વ્યારા, વલસાડ સીટી અને માંડવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૦૧/૦૭/૨૦૨૫ ના રોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી, એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોડ, તાપીના સ્ટાફના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકી નાસતા-ફરતા/વોન્ટેડ આરોપી બાબતે માહિતી મેળવવા તજવીજ હાથ ધરેલ હતી. તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને મળેલ સંયુકત બાતમી આધારે ગોલ્ડન નગર, પાનવાડી, વ્યારાના ગેટ પાસેથી વ્યારા પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહી. ના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ- આરોપી- કિરણ મણીલાલ ચૌધરી રહે.બોરખડી ગામ, ભાઠી ફળીયા તા.વ્યારા જી.તાપી હાલ રહે. ગોલ્ડન નગર, પાનવાડી, વ્યારા જી.તાપીને પકડી પાડી પકડાયેલ આરોપી વિરૂધ્ધ અન્ય જીલ્લાઓમાં ખાત્રી તપાસ કરાવતા વલસાડ સીટી પોલીસ સ્ટેશન  તથા સુરત જીલ્લાના માંડવીમા નોંધાયેલ ગુનાઓમા પકડવાનો બાકી હોય ઉપરોકત પકડાયેલ આરોપીને તા.૦૧/૦૭/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

 

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી ઇન્ચાર્જ એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી, એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, હે.કો. વિનોદભાઈ પ્રતાપભાઇ, હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, પો.કો. રોનકભાઇ સ્ટીવન્સન એલ.સી.બી., જી.તાપી તથા પો.કો. ધનજય ઇશ્વરભાઇ પેરોલ/ફર્લો સ્કોડ-તાપીએ કામગીરી કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *