તાપી જિલ્લામાં ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં જનભાગીદારી કેમ્પોનું સફળ આયોજન

0
IMG-20250702-WA0023
Contact News Publisher

લોકો ઘરઆંગણે સરકારી યોજનાઓનો લાભ મેળવી સંતોષની લાગણી અનુભવી રહ્યા છે

વિવિધ વિભાગો દ્વારા યોજનાઓના પ્રચાર-પ્રસાર સાથે જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨.  તાપી જિલ્લામાં ૧૫ જુલાઇ સુધી ચાલી રહેલ ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત જનજાગૃતિ અને યોજનાઓના લાભ વિતરણ માટે જનભાગીદારી કેમ્પોનું આયોજન જિલ્લાના તમામ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં સફળતાપૂર્વક યોજાઈ રહ્યું છે.

આ અભિયાન હેઠળ ખેડૂત કલ્યાણ, આરોગ્ય, સામાજિક સુરક્ષા, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, પશુપાલન, રોજગાર, રેશનકાર્ડ, આધારકાર્ડ સુધારા સહિત વિવિધ વિભાગોની યોજનાઓની માહિતી તેમજ લાભો સીધા ગામડાં સુધી પહોંચાડી ગ્રામજનોને જુદા-જુદા પ્રમાણપત્રો, સહાય તેમજ લાભ વિતરણ કરવામાં આવી રહ્યા છે.લોકોએ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મેળવી સંતોષ અને આનંદ વ્યક્ત કરતા સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

જુદા- જુદા વિભાગો દ્વારા સ્થળ પર જ અરજી, નોંધણી અને જરૂરી કામગીરી કરી લોકોને લાભ આપવામાં આવી રહ્યો છે. તેમજ યોજનાઓ અંગે માહિતીનો વ્યાપક પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે.

તાપી જિલ્લાના તમામ તાલુકાઓ અને ગામડાઓ સુધી આવરી લેનાર આ મહા અભિયાન દ્વારા છેવાડાના નાગરિકો સુધી સરકારશ્રીની સેવાઓ પહોંચાડવાનો એક મહત્વ પુર્ણ પ્રયાસ છે.

તાપી જિલ્લાના તમામ નાગરિકોને અનુરોધ છે કે, આ જનભાગીદારી અભિયાનમાં જોડાઇને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવે.

000

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other