સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૧૭/૦૬/૨૦૨૫ ના રોજ શ્રી ડી.અસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી, એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી નાઓ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોડ, તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ હતા. તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને મળેલ સંયુકત બાતમી આધારે વ્યારા પનિયારી સુગર ફેક્ટરી પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબીશનનાં મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ-આરોપી- યોગેશ ઉર્ફે લાલુ ઉર્ફે શીવા ઓમપ્રકાશ જયસ્વાલ ઉ.વ.૨૮ રહે.ઘર નં.૨૬ મગરવાડા પંચાયત, બદલીવાડી, મોટી દમણ મુળ રહે.રખાહ બજાર પાઇપ ની બાજુમાં થાના.પટ્ટી જી.પ્રતાપગઢ યુ.પી. નાને પકડી પાડી તા.૧૭/૦૬/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ હેઠળ પો.સ.ઇ.શ્રી, એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, હે.કો. બીપીનભાઇ રમેશભાઇ તથા પો.કો. રોનક સ્ટીવન્સન તથા પો.કો. સુનીલભાઇ ખુશાલભાઇ એલ.સી.બી., જી.તાપીએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
