સુરત અને ઉધના રેલ્વે સ્ટેશનની વચ્ચે કોઈ ટ્રેનમાંથી પડી ગયેલ અજાણ્યા યુવકનું સારવાર દરમિયાન મોત : વાલી વારસોની ભાળ મળે તો રેલ્વે પોલીસને જાણ કરશો

0
Screenshot_20250526_113112_WhatsApp
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પ્રાપ્ત માહિતી મુજબ મરણ જનાર એક અજાણ્યો પુરૂષ ઉ.વ.૩૦ ના આશરાનો રહેવાસી જણાયેલ નથી. મરણ જનાર અજાણ્યો પુરૂષ તા.૦૪/૦૫/૨૦૨૫ ના રોજ કલાક: ૨૨/૦૦ વાગ્યાના અરસામા સુરત અને ઉધના રેલ્વે સ્ટેશનની વચ્ચે અંજની બ્રિજની પાસે કોઈ ટ્રેનમાંથી પડી જતા ગંભીર ઈજા થતા 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામાં આવેલ જે તા.૦૮/૦૫/૨૦૨૫ ના કલાક ૨૧/૩૦ વાગે ચાલુ સારવાર દરમ્યાન મરણ ગયેલ છે. મરણ જનાર બિનવારસી હોય જેના વાલી વારસોની તપાસ કરતા કરાવતા કોઇ મળી આવેલ નથી. જે મરનારની લાશ તથા લાશ ઉપરના કપડાનુ વર્ણન તથા ફોટો નીચે મુજબ છે. જેની ઓળખ થઈ નથી. ઉપરોકત ફોટોમાં દેખાઈ આવતા અજાણ્યા પુરૂષ કે તેના વાલી વારસોની ભાળ મળે તો સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિ. છે.

મરનારની પુરૂષના લાશનું વર્ણન :-

એક અજાણ્યો પુરૂષ ઉ.વ.૩૦ના આશરાનો શરીરે મધ્યમ બાંધાનો રંગે શ્યામ વર્ણનનો ઉચાઈ.

કપડાનું વર્ણન

મરનારે બનાવ સમયે જાંબુ કલરની હાફ બાયની ટીશર્ટ તથા મેહદી કલરનું હાફ પેન્ટ તથા સાફેદ કલરનો જાગીયો પહેરેલ હતો

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other