ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટમાર્ગમાં ટામેટાનો જથ્થો ભરેલ ટ્રક માર્ગની સાઈડમાં ઉતરી જઈ સંરક્ષણ દીવાલ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો

0
Screenshot_20240906_090256_WhatsApp
Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા. 05-09-2024 પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નિફાડથી ટામેટાનો જથ્થો ભરી રાજકોટ તરફ જઈ રહેલ ટ્રક.ન.જી.જે.01.સી.વાય.3511 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સાઈડમાં ઉતરી જઈ સંરક્ષણ દીવાલ સાથે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં ટ્રક સહીત ટામેટાનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ટ્રક ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે..

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other