લાયન્સ ક્લબ દ્વારા કોબા પ્રાથમિક શાળાનાં તમામ બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કોબા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને લાયન્સ ક્લબનાં પ્રમુખ મહેન્દ્રભાઈ પ્રજાપતિ અને એમની ટીમ દ્વારા ઉત્સાહપૂર્વક નોટબુક વિતરણ કરવામાં આવી હતી.
અત્રેની શાળામાં યોજાયેલ એક નાનકડા કાર્યક્રમમાં દાતા એવાં મહેન્દ્રભાઈ પ્રજાપતિએ પોતાનાં ઊંડા વિચારો રજૂ કરીને જણાવ્યું હતું કે કોઈપણ બાળક સ્ટેશનરીનાં વાંકે અભ્યાસથી વંચિત ન રહે એ માટેનો અમારો નમ્ર પ્રયાસ છે. સદર કાર્યક્રમમાં તેમનાં ધર્મપત્ની હીનાબેને પણ સહર્ષ જોડાઈને બાળકોને નોટબુક વિતરીત કરી હતી. આ પ્રસંગે હરેકૃષ્ણભાઈ તથા અલ્પેશભાઈ હાજર રહ્યાં હતાં. અંતમાં શાળાનાં આચાર્ય ડો. ધર્મેશ પટેલ સહિત ગામનાં સરપંચ દિલીપભાઈ પટેલ દ્વારા દાતાઓનું સન્માન કરી તેમનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
