ઓલપાડની ભટગામ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવાયો

0
IMG-20240715-WA0015
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાતનાં શિક્ષણ વિભાગ પ્રેરિત શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી રથયાત્રા મહોત્સવની ઉજવણી ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ભટગામ પ્રાથમિક શાળામાં તાલુકા પંચાયત શાસક પક્ષનાં નેતા જિજ્ઞેશભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સરપંચ શૈલેષભાઈ રાઠોડ, ઉપસરપંચ ઈશ્વરભાઈ પટેલ, એસ.એમ.સી. અધ્યક્ષ દક્ષાબેન રાઠોડ, તલાટી કમ મંત્રી ઋષિકાબેન રૈયાણી, લાયઝન ઓફિસર આશાબેન ગોપાણી, ગ્રામ પંચાયત સભ્યો, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો તથા વાલીજનો ઉપસ્થિત રહ્યા હતાં.
પ્રારંભે શાળાનાં આચાર્ય વિરલભાઈ પટેલે સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો. કાર્યક્રમની ઉજવણીનાં ભાગરૂપે બાલવાટિકા તથા ધોરણ એકમાં પ્રવેશપાત્ર ભૂલકાઓને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે શાળામાં વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે ગત વાર્ષિક પરીક્ષામાં એકથી ત્રણ ક્રમાંકે ઉત્તિર્ણ થયેલ બાળકોને પ્રોત્સાહિત ઈનામ અર્પણ કરવામાં આવ્યા હતાં. આ સાથે શાળા પટાંગણમાં સાહિત્ય પ્રદર્શન તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફગણનાં દિપક પટેલ, મનિષા પટેલ, નિમિષા પટેલ, કલ્પના પટેલે જહેમત ઉઠાવી હતી. અંતમાં શાળાનાં ઉપશિક્ષક અલ્પેશભાઈ સુરતીએ શાળા પરિવાર વતી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other