ઉમરપાડા ગામ પંચાયતના સરપંચના હસ્તે 50 કીટનું વિતરણ કરવામાં આવ્યું
Contact News Publisher


(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : ઉમરપાડા તાલુકાના ઉમરપાડા ગામ પંચાયતના સરપંચ રમીલાબેન પ્રકાશભાઈ વસાવાના હસ્તે આજરોજ વિધવા બહેનો અને ગરીબ પરિવારોને અનાજ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઉમરપાડા ગામ પંચાયતના વૈજાલી ફળિયુ. નવી વસાહત. જુના ઉમરપાડા. અને તડકા ફળિયુ માં રહેતા વિધવા બહેનો અને અતિ ગરીબ પરિવારોને જીવન જરુરિયાતની વસ્તુ જેમાં પાંચ કિલો ચોખા ત્રણ કિલો ઘઉં અને 1 કિલો તેલ અને બે કિલો બટાકા અને હળદર મરચું વગેરે કિટ બનાવી સરપંચ રમીલાબેન પ્રકાશભાઈ વસાવા ના હસ્તે વિધવા બહેનો અને ગરીબ પરિવારોને 50 અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઉમરપાડા ગામના આગેવાનો જશુભાઈ ચૌધરી. ભરતભાઈ વસાવા. ઇશ્વરભાઇ વસાવા. નિતેશભાઇ વસાવા હાજર રહ્યા
