માંગરોળમાં શેરડી કાપતા મજૂરોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું સરકારી તંત્ર. ફેર પ્રાઇઝ શોપ અને મહિલા મંડળના સહયોગથી વિતરણ કરાયું
Contact News Publisher

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : માંગરોળ તાલુકાના સરકારી તંત્ર અને તેમજ સસ્તા અનાજની દુકાન ના સંચાલક મંડળ અને માંગરોળ મહિલા મંડળના ના સંયુક્ત ઉપક્રમે માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં શેરડી કાપતા પર પ્રાંતીય મજૂરોને ફ્રૂટ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. તાલુકાના વાંકલ. વેરાકુઈ. જીનોરા સ હીત સંખ્યાબંધ ગામોમાં શેરડી કાપતા મજુરોના પદાવ ઉપર ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું જેમાં વાંકલ ગામે માંગરોળ તાલુકાના મામલતદાર કચેરીના નાયબ મામલતદાર ગીરીશ ભાઈ પરમાર. એફ પી એસ ના હિતેન્દ્ર ભટ્ટ, શશીકાંતભાઈ ટેલર. જીગ્નેશ ભાઈ વસાવા વગેરેના હસ્તે ફ્રૂટ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું સરકારી તંત્ર અને અન્ય સેવાભાવી. લોકો અને સંસ્થાઓના સહયોગથી આવનાર દિવસોમાં ફ્રૂટ પેકેટ વિતરણ કરવાનુંઆયોજન થયું છે
