તાપી જિલ્લા કલેક્ટરશ્રી ડૉ વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૩: તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
આ બેઠકમાં વ્યાજબી ભાવોની દુકાન પર આધાર આધારિત વિતરણ વ્યવસ્થા અંગેની સમીક્ષા,જરૂરી જગ્યાએ રેશનિંગ દુકાનોના સ્થળમાં ફેરફાર કરવા અંગે, FPS દ્વારા ૧૦૦% આધાર વેરિફાઇડ અનાજનું વિતરણ કરવા અંગે, સાયલંટ રેશનકાર્ડ અને વન નેશન વન કાર્ડના લાભાર્થીઓમાં થતા વધારા અંગે વિગતવાર ચર્ચાઓ કરી જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં,વ્યારા નગરપાલિકા પ્રમુખશ્રી રિતેશ ઉપાધ્યાય,તાલુકા પ્રયોજના વહીવટદારશ્રી,ઇન્ચાર્જ પુરવઠા અધિકારીશ્રી એચ. જે સોલંકી,જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પાઉલ વસાવા તથા જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની વિવિધ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
00000000000
