પાઠકવાડી ગ્રામપંચાયત ખાતે બેંક ઓફ બરોડા લીડ બેંક દ્વારા જનસુરક્ષા યોજના અંતર્ગત જાગૃતતા કેમ્પ યોજાયો

0
IMG-20230504-WA0009
Contact News Publisher

(માહિતી બ્યુરો,તાપી).તા.૦૪ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગ્રામપંચાયત ખાતે જનસુરક્ષા યોજના અંતર્ગત જાગૃતતા કેમ્પનું આયોજન બેંક ઓફ બરોડા લીડ બેંક દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં લીડ બેંક મેનેજર શ્રી રસિક જેઠવા દ્વારા પ્રધાન મંત્રી જીવન જ્યોતિ સુરક્ષા વીમા યોજના અને પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજનાની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ સાથે તાપી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીશ્રી દ્વારા અમલિકૃત વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તાપી અને ડીસ્ટ્રીકટ હબ એમ્પાવારમેન્ટ ઓફ વિમેન તાપી કચેરીના અધિકારીઓ દ્વારા યોજનાકીય માહિતીની જાણકારી આપવામાં આવી હતી. તેમજ બેંક મિત્ર નિકિતાબેનના સહયોગથી ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
આ કેમ્પમાં લીડ બેંક મેનેજર,પ્રિતેશ પાઠક,FLCC ના અનિલભાઈ ઉપસ્થિત રહ્યાં હતા. ગ્રામજનો એ ઉત્સાહપૂર્વક PMJJBY PMJSBY યોજનામાં વીમા કરાવવા ભાગ લીધો હતો.
૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other