કેતનભાઈ શાહ ની ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ, અમદાવાદ મહામંત્રી તરીકેની નિમણુંક તથા ગુજકોસ્ટ ગાંધીનગર તરફથી વલસાડ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર તરીકે પસંદગી કરવામાં આવી
Contact News Publisher


(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં શિક્ષણના દરેક ક્ષેત્રમાં બહુમુખી પ્રતિભા હાંશલ કરનાર જીજ્ઞાશું, વ્યવહારિક કુશળતા, વહીવટીમાં નિપુણતા અને ગણિત – વિજ્ઞાન વિષય પર પ્રભુત્વ ધરાવનાર વિધાકુંજ વિદ્યાલય વિરપુર શાળાના આચાર્યશ્રી કેતનભાઈ શાહને બીજી અન્ય વિશિષ્ટ જવાબદારી જેવી કે વલસાડ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર અને રાજ્ય શાળા સંચાલક મહામંડળ, અમદાવાદ મહામંત્રી તરીકે નિમણુક થતા આખા સમગ્ર શિક્ષણ સમાજમાં આનંદ, ગૌરવની લાગણી વ્યક્ત કરી રહ્યા છીએ. તાપી જીલ્લામાં ખૂબ હર્ષ, ઉલ્લાસ અનુભવી રહ્યા છીએ અને વધુને વધુ પ્રગતિના સોપાનો સર કરી નવી યશકલગીમાં વધારો થાય તેવી સમગ્ર શિક્ષણ સમાજના તમામ સંઘો તરફથી શુભેચ્છા સાથે શુભકામના પાઠવવામાં આવી છે.
