માંગરોળ તાલુકામાં તૌકતે વાવાઝોડાની અસર
Contact News Publisher
-માંગરોળના અનેક ગામડાઓમાં ઘરના છાપરાં ઉડ્યા.
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): તૌકતે વાવાઝોડાને કારણે માંગરોળ તાલુકાના 17 થી વધુ ગામોમાં 237 થીવધુ ઘરોના મકાનોના છાપરા ઉડી ગયા હતા.વાવાઝોડાથી અનેક ગામોમાં અસર જોવા મળી છે.માંગરોળ તાલુકાના બોરસદ,વેલાછામાં સૌથી વધુ નુકસાન જોવા મળ્યું હતું.
માંગરોળ તાલુકામાં 17થી વધુ ગામોમાં પણ તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી હતી.ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન થઈ જવા પામ્યું હતું સાથે કેરીના પાકને પણ વધુ નુકસાન જોવા મળ્યું હતું.જીલ્લા પંચાયતના સદસ્ય નયનાબેન સોલંકીએ અસરગ્રસ્ત થયેલા પરિવારની મુલાકાત લીધી હતી. સરકારી તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
