ગિરિમથક સાપુતારા ખાતે આવેલ લેક વ્યુ રિસોર્ટના કહેવાતા માલિક તુકારામ કરડીલે અને કે.કે.પટેલ સામે નોંધાઇ છેતરપિંડીની ફરિયાદ
Contact News Publisher

હોટેલ લેક્વ્યું ના બોગસ દસ્તાવેજો ઉભા કરી છેતરપીંડી કરવાના કેસમાં અસલ માલિકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : મળતી માહિતી મુજબ ગિરિમથક સાપુતારા ખાતે ગુરુકૃપા ગેસ્ટ હાઉસના નામે ચાલી આવેલ મિલકતના અસલ વારસદાર ઈંદર હરચોમલ બસંતાની એ આપેલ પોલીસ ફરિયાદ માં જણાવ્યુ છે કે સાપુતારા ખાતે આવેલ પ્લોટ ન 4 સીટી સર્વે 447,448 બોરગાવ ના રહીશ અને દૂધ સપ્લાયનો વ્યવસાય અને સાપુતારા હોટેલ એશો ના સેક્રેટરી તુકારામ અમૃત કરડીલે અને કે.કે.પટેલ નામના ઈસમો દ્વારા ગેરકાયદે મંડળી તથા પૂર્વ આયોજીત કાવતરું રચી બોગસ વિલ પાવર ઓફ એટર્ની ઉભી કરી ખોટા દસ્તાવેજો ઉભા કરી ફરીયાદી ને અધિકાર થી વંચિત રાખી ગેરકાયદેસર ભોગવતો કરી ગુનો આચાર્યો હોવાનો ચોંકાવનારો આક્ષેપ સાથે લેખિત ફરિયાદ નોંધાવતા સાપુતારા હોટેલ ઓનર્સ માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
