માંગરોળનાં કીમ ચારરસ્તા ખાતેથી બાળકીનું અપહરણ કરી જનારાઓને સુરત જિલ્લા SOG LCB ટીમે દબોચી લીધા.
Contact News Publisher

માંગરોળનાં કીમ ચારરસ્તાથી બાળકીનું અપહરણ કરીને લઈ જનારાઓને SOG-LCB ટીમે ઝડપી લીધા. ગત તારીખ 20 મી ઓક્ટોબરનાં અજાણ્યા શખ્સોએ ,4 વર્ષ,9 માસની બાળકીનું અપહરણ કરી ગયા હતા.આ બનાવ પ્રશ્ને બાળકીના પિતા રાયાભાઈ રામજીભાઈ ઓડે કોસંબા પોલીસ મથકે દાખલ કરી હતી.આ ગુનાની તપાસ સુરત જિલ્લા SOG-LCB ટીમને આપવામાં આવતા,SOG નાં ASI પ્રવિણભાઇ અર્જુનભાઇ,ભૂપતસિંહ અંદરસિંહ,ભુપેન્દ્ર અંબિકા પ્રસાદ,જયેશ પ્રભુભાઈ,આશિફ્ખાન ઝહીરખાન વગેરેઓની ટીમે સયુંકત રીતે CCTV ની મદદથી તપાસ કરી લોકેશન શોધી કાઢ્યું હતું. લોકેશન મુજબ આ અપહરણ કરનારાઓ સુરતનાં અમરોલી ખાતે ચાલતી બાંધકામની સાઈડ પર હોવાનું જણાઈ આવ્યું હતું.જેને પગલે આ ટીમે છાપો મારતાં ત્યાંથી લકમો ઉર્ફે અનીલ સેલા રાઠવા અને અનીલ આર.વસાવાની અટક કરી,અપહરણ કરીને લઈ ગયેલી બાળકીનો પણ કબ્જો મેળવી આ બંન્ને આરોપીઓ અને બાળકીનો કબ્જો કોસંબા પોલીસ મથકને સુપ્રત કર્યા છે.કોસંબા પોલીસે આ ગુનાની વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ:નઝીર પાંડોર-(માંગરોળ-સુરત)
