માંગરોળ તાલુકાની નાનીનરોલી જિલ્લા પંચાયતની બેઠકનાં BTPનાં ઉમેદવારે, ભાજપનાં ઉમેદવાર સામે વાંધો લીધો, પરંતુ ચૂંટણી અધિકારીએ વાંધો નામંજુર કરતાં હવે મામલો હાઇકોર્ટમાં BTP લઇ જશે

0
IMG-20210216-WA0020
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાની નાનીનરોલી જિલ્લા પંચાયતની બેઠકનાં BTP નાં ઉમેદવાર સોહેલ એસ.જાડાએ ભાજપનાં ઉમેદવાર અફઝલખાન પઠાણ સામે ગઈ કાલે વાંધો દાખલ કરી, ઉમેદવારીપત્ર રદ કરવાની માંગ કરી હતી. પરંતુ ચૂંટણી અધિકારીએ વાંધો નાં મંજુર કરતાં, હવે આ મામલો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં લઈ જવાની તજવીજ BTP નાં ઉમેદવાર તરફથી હાથ ધરવામાં આવી છે. BTP નાં ઉમેદવારનું કહેવું છે કે ભાજપનાં ઉમેદવાર સામે ગુનાઓ નોંધાયેલા છે અને આ અંગે નામદાર કોર્ટમાં કેશ ચાલી રહ્યા છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other