માંગરોળ તાલુકાની જિલ્લા પંચાયતની પાંચ અને તાલુકા પંચાયતની ચોવીસ બેઠકો માટે અનેક ઉમેદવારો ઉમેદવારીપત્રો ભરવા માંગરોળ ખાતે ઉમટી પડ્યા

0
IMG-20210213-WA0006
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  આગામી તારીખ ૨૮ મી ફેબ્રુઆરીનાં માંગરોળ તાલુકાની પાંચ જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની ચોવીસ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. આ માટે ની પ્રક્રિયા ચૂંટણી વિભાગ તરફથી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે સાઠ અને તાલુકા પંચાયતની ચોવીસ બેઠકો માટે એકસો અગણાએસી ઉમેદવારીપત્રો ઉમેદવારો લઈ ગયા છે. જેમાંથી ગઈ કાલે જિલ્લા પંચાયતનું એક અને તાલુકા પંચાયત માટે બે ઉમેદવારીપત્રો ભરાયા હતા.આજે તારીખ ૧૨ નાં અનેક ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવવા પોતાનાં ટેકેદારો સાથે માંગરોળ તાલુકા પંચાયત અને માંગરોળ, મામલતદાર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. જો કે આવતી કાલે તારીખ ૧૩ નાં ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. એટલે આવતી કાલે સાંજે ત્રણ વાગ્યે ઉમેદવારીપત્રો ભરવાની કામગીરી પૂર્ણ થઈ જશે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other