માંડવી તાલુકાના રૂપણ ગામે કૂવામાં પડેલી ગાયને જીવદયા પ્રેમીએ બચાવી લીધી

Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : સુરત જીલ્લાના માંડવી તાલુકાના માંડવીથી ઝંખવાવ રોડ પર આવેલા રૂપણ ગામે ગાય ખુલ્લી જગ્યામાં ચારો ચરી રહી હતી તે દરમિયાન અચાનક કુવા નજીક પહોંચી જતા તે ૮૦ ફૂટ ખાડામાં ખાબકી હતી. જે બાબતની જાણ જીવદયા પ્રેમી ચિરાગ પૂજારી, ચિંતન રબારી, કૈલાશ પુરોહિત તથા અન્ય મિત્રને કરાતા તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરંતુ કૂવો વધુ ઊંડો હોવાથી માંડવી નગરપાલિકાની ફાયર ફાઈટરના કર્મચારીઓ મહિપાલસિંહ મહિડા, રાજદીપ બોરાધરા, જયેશ નાયકા વગેરે ટીમ પહોંચીને ભારે જહેમત બાદ ગાયને રેસ્ક્યુ કરીને કુવામાંથી બહાર કાઢી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other