માંગરોળ તાલુકા પંચાયતની આજે છેલ્લી ખાસ સમાન્યસભા યોજાઈ : વિવિધ કામોની થયેલી ચર્ચા
(નઝીર પાડૉર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા પંચાયતની ચાલુ ટર્મની આજે તારીખ ૨જી ડિસેમ્બરનાં રોજ, છેલ્લી ખાસ સામાન્ય સભા માંગરોળ તાલુકા પંચાયતના સભાખડમાં તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ ગામીતનાં અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. તાલુકા પંચાયત ઓફિસર ડી.એફ. છાસથીયા એ એજન્ડા મુજબ બેઠકની કામગીરી શરૂ કરી હતી. જેમાં ગત તારીખ ૨૩મી સપ્ટેમ્બરના રોજ મળેલી સામાન્ય સભાની નોંધને વાંચનમાં લઈ બહાલી આપવામાં આવી હતી. આજ બેઠકમાં થયેલા ઠરાવોના અમલીકરણ અહેવાલને વાંચનમાં લેવામાં આવ્યો હતો.તાલુકા પંચાયત, માંગરોળને મળેલી સ્ટેમ્પ ડ્યુટીના આવકનાં અનુદા નમાંથી વિકાસનાં કામોનું આયોજન કરવાની ચર્ચા કર વામાં આવી હતી. પ્રમુખસ્થાનેથી રજૂ થયેલાં કામોની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સભ્યસચિવ અને તાલુકા વિકાસ અધિકારી દિનેશ ભાઇ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશ ભાઈ ગામીત, તાલુકા પંચાયત ઓફિસર ડી. એફ. છાસથીયા, કારોબારી સમિતિનાં ચેરમેન ઉમેદભાઈ ચૌધરી, અન્ય ચૂંટાયેલાં સદસ્યો, વિવિધ વિભાગનાં અધિકારીઓ હાજર રહયા હતા.