શ્વેતા પટેલ : ઓલપાડનાં ભાંડુત ગામની દીકરીએ બોક્સિંગમાં સિલ્વર મેડલ મેળવી તાલુકાનું નામ રોશન કર્યુ

0
શ્વેતા પટેલ : ઓલપાડનાં ભાંડુત ગામની દીકરીએ બોક્સિંગમાં સિલ્વર મેડલ મેળવી તાલુકાનું નામ રોશન કર્યુ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૨૨. ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તારમાં વસેલ ભાંડુત ગામની દીકરી શ્વેતા પટેલે બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને સમસ્ત ભાંડુત ગામ અને ઓલપાડ તાલુકા સહિત સમગ્ર સુરત જિલ્લાનું નામ રોશન કરેલ છે. ભાંડુત ગામનાં રહેવાસી રમેશભાઈ લલ્લુભાઈ પટેલની આ હોનહાર દીકરી શ્વેતાની આ ઝળહળતી સિદ્ધિ બદલ તેનાં પરિવારજનો, ગ્રામજનો તથા સમાજમાં આનંદની લાગણી વ્યાપી છે. શ્વેતાએ પોતાની મહેનત અને પ્રતિભાથી પોતાનાં માવતરનું ગૌરવ વધાર્યું છે ત્યારે ગામનાં ડેપ્યુટી સરપંચ તથા જિલ્લા પંચાયતનાં સદસ્ય હેમંતભાઈ પટેલ દ્વારા શ્વેતાને અભિનંદન સહ ભવિષ્યમાં વધુ સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other