સુરતની તકેદારી સમિતિમાં મોસાલીના વિપુલભાઇ પરમારની કરાયેલી નિમણુંક

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સફાઈ કામદારોના પન:સ્થાપન તથા મેન્યુઅલ સ્કેવેન્જર્સની પ્રથાને જડમૂળથી નાબૂદ કરવા માટે સરકાર તરફથી રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ મેન્યુઅલ સ્કેવેન્જર્સ તકેદારી સમિતિની રચનાં કરવા ઠરાવવામાં આવેલું છે. જે અંતર્ગત સુરત જિલ્લાની આ તકેદારી સમિતિની રચનાં કરવામાં આવી છે. જેની જાહેરાત સુરતનાં જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ દ્વારા કરવામાં આવી છે. જેમાં જિલ્લા કલેક્ટર, અધ્યક્ષ હોય છે. સામાજિક ન્યાય અને અધિકારીતા, પછાત વર્ગોનું કલ્યાણ સહિત વિભાગનાં કેબીનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર, સુરત જિલ્લાના જિલ્લા પોલીસ અધિક્ષક, સુરતનાં જિલ્લા વિકાસ અધિકારી, વિપુલભાઇ દિનેશભાઇ પરમાર (સામાજીક કાર્યકર), શેલેશ હીરાલાલ મહીડા (સામાજીક કાર્યકર) આ તમામ આ સમિતિનાં સદસ્યો રહેશે જ્યારે સુરતનાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી સભ્ય સચિવ તરીકે ફરજ અદા કરશે. અત્રે યાદ આપવું જરૂરી છે કે સાત સદસ્યોની સમિતિમાં માત્ર બે જ સામાજીક કાર્યકરો સમગ્ર સુરત જિલ્લામાંથી લેવાના હોય છે. એમ એક સામાજીક કાર્યકર તરીકે માંગરોળ તાલુકાનાં મોસાલી ગામનાં નવયુવાન વિપુલભાઇ દિનેશભાઇ પરમારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other