માંગરોળ તાલુકાનાં નાનીફળી થી પાણીઆમલી જતો માર્ગ જર્જરીત, આદિવાસી વસ્તી ધરાવતાં ગામોની પ્રજા માટે ભારે મુશ્કેલી

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં નાનીફળી, પાણીઆમલી, ભીલ વાડા માર્ગ કે જે આજદિન સુધી ડામર માર્ગ બન્યો નથી. આ માર્ગની લંબાઈ આશરે ચાર કિલોમીટર જેટ લી છે. આ માર્ગ ઉપર જે ગામો આવે છે. એ તમામ ગામો સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા ગામો છે. આ ગામોની પ્રજાનો વહેવાર માંગરોળ તાલુકાનાં વાંકલ ગામ ખાતે રહેલો છે. હાલમાં આ માર્ગ ઉપર માત્ર હાર મોરમ નાખવામાં આવેલું છે. આ માર્ગ ઉપર આવેલા ગામોની પ્રજા ખરીદી માટે, આરોગ્યના કામે, સુરત કે ઝંખવાવ, માંડવી, બારડોલી જવા માટે, અભિયાસ માટે. વાંકલ ખાતે આવે છે. વાંકલ આવવા માટે આ સૌથી ટૂંકો માર્ગ છે. જો આ માર્ગને ડામર માર્ગ બનાવી દેવામાં આવે તો આ માર્ગ ઉપર થઈ એસ.ટી. બસ પણ શરૂ કરી શકાય જેથી આ વિસ્તારના ગામોની પ્રજા અને વિદ્યાર્થીઓ માટે મુસાફરીનો પ્રશ્ન કાયમ માટે ઉકે લી શકાય. આ માર્ગની આજે તારીખ ૬ નવેમ્બરના રોજ આ વિસ્તારનાં માજી પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરીએ મુલાકાત લીધી હતી અને આ પ્રશ્ને દર છેલ્લા બુધવારે તાલુકા મથક માંગરોળ ખાતે મામલતદાર કચે રી ખાતે યોજાતા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ પ્રશ્ન રજૂ કરનાર છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *