સુરત જિલ્લામાં દર વર્ષે ૬,૫૦૦ હેક્ટરમાં વેલાવાળા શાકભાજીની ખેતી થાય છે

0
IMG-20201106-WA0031
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  જિલ્લાના ઓલપાડ, કામરેજ, બારડોલી અને મહુવા તાલુકાઓમાં મુખ્યત્વે પરવળ, દુધી, કારેલા, તુરીયા, ગલકા, કાકડી, ગીલોડી વેલાવાળા શાકભાજીના પાકોની ખેતી થાય છે. વેલાવાળા શાકભાજી ગરમ ઋતુ એટલે કે ઉનાળો અને ચોમાસાની ઋતુનો પાક છે, પરંતુ જિલ્લામાં શિયાળામાં ઠંડી ઓછી પડતી હોવાથી બારેમાસ ખેતી થાય છે. જિલ્લામાં દર વર્ષે આશરે ૬૫૦૦ હેક્ટર વિસ્તારમાં વેલાવાળા શાકભાજીની ખેતી થાય છે. છેલ્લા ૪- ૫ વર્ષોથી ખેડુતો આ વેલાવાળા શાકભાજીમાં પણ આધુનિકતા લાવ્યા છે, અને હવે લાકડાના કે સિમેન્ટના થાંભલા ઉભા કરી મંડપ ઉપર ખેતી કરતા થયા છે. સાથે સાથે પ્લાસ્ટિક મલ્ચીંગ, સૂક્ષ્મ પિયત પધ્ધતિ અને સારી ગુણવત્તાના બિયારણો ખરીદીને ખેતી કરતા થયા હોવાનું જાણવા મળ્યું છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other