વ્યારાનું ગૌરવ : કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન, ભારતનો વિવેચન માટેનો ‘સુરેશ જોષી એવોર્ડ’ ડૉ. દક્ષાબેન વ્યાસને
● કુમાર આર્ટસ ફાઉન્ડેશન, ભારત દ્વારા ત્રીજો ભવ્યાતિભવ્ય વાર્ષિક એવોર્ડ્સ સમારંભ-2020 ટૂંક સમયમાં દબદબાભેર યોજાશે.
● કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન, ભારતનો વિવેચન માટેનો ‘સુરેશ જોષી એવોર્ડ’ ડૉ. દક્ષાબેન વ્યાસને એમના પુસ્તક “અનુબંધ” માટે મળ્યો.
……….એવોર્ડ વિજેતા સર્જકો અને કૃતિઓની યાદી………..
૦1.)Life Time achievement એવોર્ડ:- લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર મા. શ્રી રઘુવીરભાઈ ચૌધરી.
૦ 2)ગીત-ગઝલ માટેનો ચિનુ મોદી એવોર્ડ :- કવયિત્રી લક્ષ્મી ડોબરિયા, ‘છાપ અલગ મેં છોડી ગીતસંગ્રહ’
૦3)છાંદસ અછાંદસ કવિતા માટેનો ડૉ. અનામી એવોર્ડ:- શ્રી દિનેશ કાનાણી, ‘વરસાદનાં 171 કાવ્યો’ માટે
૦4)ટૂંકી વાર્તા માટેનો ર.વ.દેસાઈ એવોર્ડ શ્રી વિજય સોનીને ‘વૃદ્ધ રંગાટી બજાર’ માટે
૦5)નવલકથા માટેનો દર્શક એવોર્ડ:- ડૉ. નિમિત્ત ઓઝાને,’ક્રોમોઝોમ’ માટે
૦6) નિબંધ માટેનો ડૉ ભોળાભાઈ પટેલ એવોર્ડ શ્રી પુલક ત્રિવેદીને ‘ ટૂંકું ને ટચ’ માટે.
૦7) આત્મકથા-જીવનચરિત્ર માટેનો શ્રી કિસનસિંહ ચાવડા એવોર્ડ સુ શ્રી સંધ્યા ભટ્ટને ‘ હું હતો ત્યારે’ માટે.
૦8) નાટક-એકાંકી માટેનો ‘શ્રી ચં ચી. મહેતા એવોર્ડ શ્રી સતીશ વ્યાસને ‘અરણ્ય’ માટે
૦9) બાળ સાહિત્ય માટેનો શ્રી રમણલાલ નાનાલાલ એવોર્ડ ‘અબુ- ગબુ-લબુ-ઢબુ ‘ને.
૦10)વિવેચન માટેનો શ્રી સુરેશ જોષી એવોર્ડ સુશ્રી દક્ષા વ્યાસને ‘ અનુબંધ’ માટે.
૦ 11)સંશોધન માટેનો ડો ભોગીલાલ સાંડેસરા એવોર્ડ શ્રી જવાહર બક્ષીને ‘ નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા’ને.
૦12) લોક સાહિત્ય માટેનો શ્રી પુષ્કર ચંદરવાકર એવોર્ડ ‘ડૉ ભગવાનદાસ પટેલને ‘ભીલ- આદિવાસી મૌખિક આખ્યાન ખંડ 1-2 ‘ને.
આ તમામ એવોર્ડસના વિતરણનો ભવ્ય કાર્યક્રમ ગુજરાતી સિને જગત અને અસંખ્ય ઉમદા સિરિઅલ્સના જાજરમાન અભિનેત્રી સુ શ્રી કૂંપળ દવેની શાનદાર ઉપસ્થિતિમાં તેમજ પ્રખ્યાત લોકકલાકાર શ્રી નિર્મલદાન ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં ટૂંક સમયમાં દબદબાભેર યોજાશે.