રાજ્યના પોલીસ વડાના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સુરત પોલીસના ચાર જવાનોને ‘સાયબર કોપ’ એવોર્ડ આપી સન્માનિત કરાયા

0
IMG-20201031-WA0032
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યના DGP આશિષ ભાટીયાના હસ્તે સુરત શહેર પોલીસના એક PSI અને ત્રણ અ. હેડ કોન્સ્ટેબલને ‘સાયબર કોપ એવોર્ડ સપ્ટેમ્બર-૨૦૨૦’ એનાયત કરીને સન્માનિત કરાયા છે. જેમાં PSI ડી.એમ. રાઠોડ, અ. હેડ કોન્સ્ટેબલ સર્વ શ્રી ચેલાભાઈ હાજાભાઈ, નિતેશભાઈ તનસુખભાઈ, દુર્ગેશભાઈ વાસુદેવભાઈનું એવોર્ડ આપી બહુમાન કરાયું છે. એવોર્ડ મેળવનાર પોલીસકર્મીઓને પોલીસ કમિશનર અજયકુમાર તોમરે શુભેચ્છાઓ પાઠવી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other