માંગરોળ તાલુકાની પ્રજાને ઓક્સિજન બોટલની જરૂર પડે તો વિનામૂલ્યે મળશે : માંગરોળમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા અનેકનો સિંહ ફાળો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે આજથી એકમાસ અગાઉ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હતું.ત્યારે કોરોનાની મહામારીને નિયંત્રણમાં લેવા માટે ગામનાં સરપંચ નિકેશકુમાર વસાવા,ગામનાં આગેવાનો અને નવયુવકોએ ભારે મહેનતની સાથે કોરોનાના વધુ કેસો ન બને એ માટે યોગ્ય આયોજન કર્યું હતું. જેમાં ગ્રામપંચાયતને ગામના વેપારીઓએ સ્વૈચ્છિક પંદર દિવસ સુધી બજારો બંધ રાખ્યા હતા. જ્યારે નવયુવાનોની ટીમો બનાવી ફળીયા પ્રમાણે દરરોજ ઘેરઘેર જઈ ઓક્સીમટર વડે ઓક્સિજન લેવલ તથા ટેમ્પરેચર મીટરથી ટેમ્પરેચર માપી આખી સીટ તૈયાર કરવામાં આવતી હતી. સાથે જ વિટામીનની દવાઓ, આયુર્વેદિક દવાઓ, માસ્ક, સેનેતાઇઝર, ઉકાળાના પેકેટો, નાસ લેવા માટેનાં નોઝર મશીનો, પી.પી. કીટ વગેરેની સુવિધા ઉભી કરવામાં આવી હતી. જેને પગલે એક માસમાં કોરોનાંની મહામારી નિયંત્રણમાં આવી ગઈ હતી. સાથે જ સૌથી અગત્યનું ઓક્સિજન કે જેની અછત વર્તાઈ રહી છે. ઓક્સિજનનો મોટો બોટલ ૧૨૦૦૦ અંને નાનો બોટલ ૭૫૦૦ રૂપિયાનો આવે છે. આ નાના-મોટા આશરે ૯૦ જેટલા બોટલ માંગરોળ તાલુકાનાં હથોડા ગામનાં મુસદ્દીક ઉર્ફે મુસા શેઠ આરફ હીદાયતે પોતાનાં ખર્ચે વસાવી સમગ્ર માંગરોળ તાલુકામાં જેને જરૂર હોય એમને વીનાં મૂલીયે હાલમાં પણ આપી રહ્યા છે. બોટલમાં ઓક્સિજન પણ પોતાનાં પૈસે જ ભરાવે છે. સાથે જે કીટ આવે છે એ પણ વિનામૂલ્યે આપે છે. જેની કિંમત ૬૫૦ રૂપિયા થાય છે. મુસા શેઠે જણાવ્યું છે કે તાલુકામાં જેને પણ ઓક્સિજન બોટલની જરૂર હોય તો એમનો મોબાઈલ ૭૫૬૭૪૨૯૧૩૦ ઉપર સંપર્ક કરવું. જ્યારે માંગરોળ ગામમાં અન્ય દવા અને વસ્તુ માટે મૌલાના અબ્દુસમદ જસાત, ડોક્ટર પીર મતાઉદ્દીન ચિસ્તી, મુસ્તાક મુલતાની, મુસા શેઠ, ઇસ્માઇલ રાજા, બળવંતભાઈ પ્રજાપતિ (સદસ્ય,તાલુકા પંચાયત, કામરેજ), મનીષ પટેલ તથા ગામનાં ઘણાં લોકોએ આ માટે સહકાર આપ્યો છે. આ અંગેનું સંચાલન ઝુંબેર હાસીમ બોબત સહિતની નવયુવાનોની ટીમ કરી રહી છે.