મહિલાઓ પરના અત્યાચાર સામે સુરતની યુવતીઓનો અનોખો આક્રોશ
Contact News Publisher
(નઝીર પાંડોર (માંગરોળ) : દેશ અને અન્ય રાજ્યોમાં યુવતીઓ પર અત્યાચારો થઈ રહ્યા છે. હાલમાં UP ના હાથરસમાં જે બળાત્કારની જે ઘટના બની છે. જેનો દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતની યુવતીઓએ આ પ્રકારના મહિલાઓ પર જે બનાવો બની રહ્યા છે. એની સામે રોષ ઠાલવી યુવતીઓએ પોતાના હાથ ઉપર આઇ એમ નોટ ફોર સેલ, સ્ટોપ રેપ, સ્ટોપ વાયોલન્સ સહિતનાં ટેટુ કરાવી સાથે પ્લે કાર્ડ દર્શવ્યા હતા.