રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નવેમ્બરના અંતમાં યોજાવાની શકયતા
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નવેમ્બર -૨૦ના અંતમાં યોજાઇ શકે છે. રાજ્યની ૬ મહાનગરપાલિકા, ૫૫ નગર પાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણી થનાર છે.આ તમામની ચૂંટણીઓ નવેમ્બરની તારીખ ૨૨ થી ૩૦ વચ્ચે ચૂંટણી યોજાવાની શકયતા મનાઈ રહી છે. રાજ્ય ચૂંટણીપંચ તરફથી આ અંગેની તૈયારી શરૂ કરાઇ છે. ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં ચૂંટણી અંગેનો કાર્યક્રમ જાહેર થઈ શકે.