તાલુકા આરોગ્ય અધિકારી વાલોડ દ્વારા આરોગ્ય કાર્યકરોને સર્વેલન્સ ભથ્થું રિકવરી કરવા સત્તા બહારની નોટિસ

0
તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૭.  તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળે સત્તા બહારના નિર્ણયના આક્ષેપ સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પાસે કોર્ટ કાર્યવાહી માટે મંજૂરી માગી

 

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહા સંઘના આદેશ અન્વયે તારીખ 1. 8.2026 થી રાજ્યભરમાં આંદોલન ચાલી રહ્યું છે.તેવા સંજોગોમાં આરોગ્ય કાર્યકર પુરુષને 2022 થી માસિક 4000 ભથ્થું પગારમાં ચૂકવવામાં આવે છે સેવા સંજોગોમાં ટેકો પ્લસ એપ્લિકેશનમાં રીયલ ટાઈમ ફોટો અપલોડ કરવા તેમજ દર્દી સાથે ફોટા પાડવા બાબતે તાપી જિલ્લા આરોગ્ય કર્મચારીઓના ટેકો પ્લસ એપ્લિકેશનમાં ફોટા અપલોડ નહીં કરાતા રાજ્ય સરકાર દ્વારા ₹4,000 મળતું માસિક ભથ્થું ઓગષ્ટ પેઈડ સપ્ટેમ્બર 2026ના માસથી પગારમાંથી કપાત કરી આકારણી નહીં કરવા કમિશનરશ્રી આરોગ્યની સૂચનાનું પાલન કરેલ છે. તેમાં અગાઉ ચૂકવેલ ભથ્થાની રિકવરી કરવા કોઈ સૂચના ના હોવા છતાં તાલુકા આરોગ્ય કચેરી વાલોડ દ્વારા ₹4,000 ભથ્થાની રકમ 2022 એટલે કે છેલ્લા ચાર વર્ષની રિકવરી કરવા તાલુકા આરોગ્ય અધિકારી વાલોડ દ્વારા નોટિસમાં હુકમ કરાતા આરોગ્ય કર્મચારીઓમાં હોબાળો મચી જવા પામેલ છે.

 

તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશભાઈ ગામીત, મંત્રી સંજીવભાઈ પટેલ, મુખ્ય કન્વીનર જગદીશભાઈ મરાઠેની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા સર્વેલન્સ ભથ્થાની રિકવરી કરવાની ગુજરાત મુલ્કી સેવા કે પંચાયત સેવાના નિયમોમાં કોઈ સત્તા ના હોવા છતાં અને વડી કચેરીના કોઈ પણ લેખિત આદેશ વગર મનસ્વી વહીવટ કરી હુકમ કરેલ હોય વહીવટી દષ્ટિએ આ તદ્દન ખોટા હુકમ સામે તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પાસે તાલુકા આરોગ્ય અધિકારી વાલોડ સામે કોર્ટ કેસ કરવા માટે મંજૂરી માગી છે. રજૂઆતમાં ડો.ચિરાગ પટેલે કઈ સત્તાના આધારે નોટિસમાં હુકમ કરેલ છે ? કયા અધિકારીની મંજૂરી થી છેલ્લા ચાર વર્ષની રિકવરી કરવા નોટિસ આપી છે? જેવા સવાલો ઉભા કરી તાલુકા આરોગ્ય અધિકારી સામે શિક્ષાત્મક પગલાં ભરવા તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળે દાદ માંગેલ છે.

તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા તાલુકા આરોગ્ય અધિકારી સામે ફરિયાદ કરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પાસે કાનૂની કાર્યવાહી કરવા રજૂઆત કરી હોય જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કેવા પગલાં લેવામાં આવી છે તે જોવાનું રહ્યું.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *