મેડીકલ-પેરામેડીકલના વિધ્યાર્થીઓ સોમવારથી કોવિડ સહાયક તરીકે ફરજ બજાવશે
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મેડીકલ-પેરામેડીકલના બીજા વર્ષ તથા તેથી ઉપરના વર્ષનાં વિધ્યાર્થીઓને કોવિડ સહાયક તરીકે તારીખ ૨૧ મી સપ્ટેમ્બરથી ફરજ સોપવામાં આવશે. આ વિધ્યાર્થીઓએ સરકારી અને ડેઝીગનેટ કોવિડ હોસ્પિટલમાં કોવિડ સહાયક તરીકે ફરજ બજાવવાની રહેશે. રાજ્યના આરોગ્ય વિભાગે આ અંગેનો પરિપત્ર રવાના કરી દીધો છે. કોરોનાની મહામારીને નિયંતણમાં લાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.