ગિરિમથક સાપુતારા સહિત આહવા પંથકમાં વરસાદ તૂટી પડતા માર્ગો પર પાણી ફરી વળ્યાં
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગિરિમથક સાપુતારા સહિત આહવા પંથકમાં સાંજે 4 વાગ્યે અચાનક વાતાવરણમાં આવેલા બદલાવ બાદ વરસાદ તૂટી પડતા માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા, જેના પગલે ખેતીમાં ડાંગર, નાગલી, વરાઈ જેવા પાકોને જીવતદાન મળ્યું હતું.
મળતી માહિતી મુજબ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે સાંજે 4 વાગ્યાના અરસા અચાનક વાતાવરણમાં આવેલ પલ્ટો બાદ સતત એક કલાક વરસેલા વરસાદ થી સર્વત્ર પાણી પાણી થઈ જવા પામ્યું હતું. આહવા થી સાપુતારા માર્ગ ઉપર બૉરખલ, ગલકુંડ, જાખાના, સામગહાન, માંલેગામ ,વિસ્તારોમાં વરસાદી હેલી જારી રહેતા સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી, જ્યારે ગિરિમથક સાપુતારા ની ગિરિકન્દ્રાઓ માં ઘાઢ ધૂમમમસીયું વાતાવરણ ઊભું થતા વાહન ચાલકોને દિવસે પણ હેડ લાઈટ ચાલુ કરી વાહન હંકારવા કસરત કરવી પડી હતી. ગુરુવારે સાંજે પડેલા છુટાછવાયા વરસાદી ઝાપટા થી ખેતરમાં લહેરાયી રહેલા ડાંગર, નાગલી, વરાઈ, ખુરસાણી, જુવાર જેવા પાકોને જીવતદાન મળતા જગતનો તાત ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો