ગુજરાતના સપૂત અને દેશના લોક લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 70માં જન્મ દિવસ નિમિતે સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવશે
Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ પુરણેશભાઈ મોદી અને સંગઠન વિસ્તારક અશોકભાઈ ધોરજીયા ની અધ્યક્ષસ્થાને સમગ્ર ડાંગ જિલ્લામાં વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન શરૂ કરી સેવા સપ્તાહ તરીકે ઉજવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતના સપૂત લોક લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના 70 મી જન્મ દિવસ નિમિત્તે તેમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે દેશભરમાં 14મી સપ્ટેમ્બર થી 20 સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહ દ્વારા ઉજવણી કરવામાં આવશે. કેન્દ્ર તથા રાજ્ય ભાજપની સૂચના મુજબ દરેક કાર્યકર્તા અને શુભેચ્છકો વિવિધ પ્રકારના સેવાકીય કાર્યક્રમો દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી સ્વાસ્થ્ય અને લાબું આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આહવા, સુબિર, માલેગામ, વઘઇ સહિત વિવિધ વિસ્તારોમાં તથા જાહેર માર્ગો અને સ્થળોએ સાફ સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કરી રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આહવા સરપંચ હરિરામ સાવંત, માજી ધારાસભ્ય વિજયભાઇ પટેલ, પાર્ટી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા, હીરાભાઈ રાઉત, મહામંત્રી કિશોભાઈ ગાવીત, દશરથ પવાર, રમેશ ગાંગુરડે, યુવા મોરચા સંજયભાઈ પાટીલ, આઇટી સેલ ગીરીશભાઇ મોદી, મેરિષભાઈ સહિત કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી
