તાપી : વ્યારાનાં બોરખડીનાં કોરોના પોઝિટિવ આધેડનું મોત : કુલ મોત 18

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં રવિવારનાં રોજ એક કોરોના પોઝિટિવ દર્દીઓનું સારવાર દરમ્યાન મોત થયું છે. જેની સાથે જિલ્લામાં કુલ 18 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃૃત્યુ પામ્યા છે. જેમા વ્યારા તાલુકામાં 10 મોત, સોનગઢ તાલુકામાં 4 મોત, વાલોડ તાલુકામાં 2 મોત, ઉચ્છલ અને નિઝર તાલુકામાં 1-1 મોત થયા છે.

વ્યારાની કોવિડ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દર્દી ઉંમર-૬૫ વર્ષ; પુરુષ રહેવાસી – બોરખડી તા- વ્યારા, જિલ્લા- તાપી તા- ૨૨-૦૮-૨૦૨૦ ના રોજ દાખલ કરેલ. જેમને ન્યુમોનિયાના ચિહ્નો જણાયેલ હતા. સાથે કોવિદ-૧૯ નો રીપોર્ટ પણ પોસીટીવ હતો. જે આજ રોજ તા-૨૬-૦૮-૨૦૨૦ ના રોજ સાંજે ૧૫:૩૦ વાગે અવસાન પામેલ છે. અવસાન નું મુખ્ય કારણ સદન કાર્ડિઓ રેસ્પાયરેટરિ અરેસ્ટ – એક્યુટ રેસ્પાયરેટરિ ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ – ન્યુમોનિયા સાથે યુરેમીક એનસેફાલોપેથી – ક્રોનિક રિનલ ફેઇલર – હાયપોટેંસન – અનકંટ્રોલ ડાયાબિટીસ મેલાઇટ્સ સાથે કોવિડ-૧૯ ડિસીઝ હૉઈ શકે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other