ચીચીનાગાંવઠા વન વિભાગેની ટીમે પીપલવાડા જંગલ વિસ્તારમાંથી સાગી લાકડાનો જથ્થો ભરેલી મારૂતિ વાન ઝડપી પાડી
Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ચીચીનાગાંવઠા વન વિભાગેની ટીમે પીપલવાડા જંગલ વિસ્તાર માંથી ગેરકાયદેસર લઇ જવાતો સાગી લાકડા નો જથ્થો ભરેલી મારૂતિ વાન ઝડપી પાડી કુલ ૪૫ હજારનો મુદામાલ કબજે કર્યો.
મળતી માહિતી મુજબ વધઇથી ઝાવડા તરફ જતા મુખ્ય માર્ગ પર થી ગેરકાયદેસર સાગી લાકડાની તસ્કરી થવાની બાતમી દક્ષિણ ડાંગ વન વિભાગ ના ડીએફઓ દિનેશ રબારી ને મળેલ હતી જે બાતમી ને આધારે ચીચીનાંગાવઠા રેંજ આરએફઓ ભોયે તેમજ વનકર્મીઓની ટીમે વઘઇ ભેંસકાતરી માર્ગ પર આવેલા ઝાવડા નાકા પર નાકાપર ચેકીંગ આરંભયુ હતુ તે દરમિયાન રાત્રી ના ૧૦.૩૦ વાગ્યે ના સુમારે કોયલીપાડા તરફ થી એક શંકાસ્પદ મારૂતી વાન નંબર જીજે ૦૬ સીબી ૩૭૩૮ પસાર થતી દેખાતા વનકર્મી ઓએ બાતમી વાળી મારૂતિ વાન નો ફિલ્મી ઢબે પીછો કરી તાપી જીલ્લા ના સરહદી વિસ્તારના પીપલવાડા ગામ નજીક આવેલ જંગલ વિસ્તારમાં વાન ને ઝડપી પાડી હતી વળી લાકડા ચોરી ને અંજામ આપનાર વાન ચાલક અંધારા નો લાભ લઇ ભાગી જવામાં સફળ રહયો હતો જયારે વન કર્મી ઓ એ મારૂતિ વાન ની અંદર તલાસી લેતા મારૂતી વાન ની અંદર છુપાવેલા ગેરકાયદે ૦૬ નંગ ૦.૬૭૦ ધન મીટર ના સાગી ચોરસા મળી આવ્યા હતા જેની બજાર કિમત રૂ ૨૫ હજાર જયારે મારૂતિ વાન ની કિ.રૂ ૨૦ હજાર મળી કુલ ૪૫ હજાર નો મુદા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જયારે વન વિભાગ ની ટીમે ગેરકાયદેસર સાગી લાકડા ની તસ્કરી કરનાર ભાગી છુટેલા ફરાર આરોપી ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા માટે ના ચક્રો ગતિમાન કર્યા હતા
