ડાંગના ગામડાઓમાં બારડોલીના દિવાળીબેન ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આહવા: તા: ૧: “કોરોના” ને કારણે ઉદભવેલી પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લેતા ડાંગ જિલ્લાના જરૂરિયાતમંદ ગ્રામજનોની વ્હારે બારડોલીનુ દિવાલીબેન ટ્રસ્ટ આવ્યું છે.

ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે તાજેતરમાં જિલ્લાના ચનખલ અને કાસવદહાડ ગામે અનાજ-કરિયાણાની કીટ અર્પણ કરી, શ્રમજીવી પરિવારોને મદદ પહોંચાડવામાં આવી હતી. ૩૫ જેટલા પરિવારો સુધી રાહત પહોંચાડવાના આ સેવાકાર્યમાં ટ્રસ્ટના ડાંગ જિલ્લાના સંયોજક શ્રી રાજેશ પટેલ સહિત ચનખલના સરપંચ શ્રી મોવજયા ભાઈ, કાસવદહાડના ડેપ્યુટી સરપંચ શ્રી દિનેશભાઇ, ગ્રામ અગ્રણી શ્રી મધુકરભાઈ સહિતના સેવાભાવી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. લાભાર્થીઓ ટ્રસ્ટની મદદની આ ભાવનાની સરાહના કરી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other