સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં વેરાવી ગામે ધરતીપુત્રો મુશ્કેલીમાં
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : કોરોના વૈશ્વિક મહામારી સામે વિશ્વ આખુ લડી રહ્યુ છે ત્યારે સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં વેરાવી ગામે ખેડૂતોનો પાક નિષ્ફળ જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગત વર્ષે આશરે 100 જેટલા ખેડૂતોએ સોયાબીન અને ડાંગરનો પાક લીધો હતો. વાવણી બાદ વરસાદ પણ સારો થયો હતો પરંતુ તેમના દ્વારા ખરીદવામાં આવેલું બિયારણ ક્ષતિવાળુ હોવાંને લીધે ઉગ્યું નથી અને કોઇક અંશે બિયારણ ખરાબ કે હલ્કી ગુણવત્તાનું હોવાની શંકા વ્યક્ત કરી છે. આખા વર્ષનું મૂડીરોકાણ કરી ખેડૂતો ખેતી કરતા હોય છે ત્યારે ખુબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ સાથે તેમણે સરકાર દ્વારા પાક નુકસાનનું સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે અને ખેડૂતોને પાક નુકસાનની સહાય કરવામાં આવે તેવુ જણાવ્યુ હતું.