માંગરોળ પંથકમાં વરસાદ પડતાં ખેડૂતોમાં પ્રસરેલી આનંદની લહેર
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ પંથકમાં છેલ્લા ચાર દિવસથી અસહ્ય ગરમી પડતી હતી , ત્યારે આજે સવારથી વાદળ છવાયું આકાશ નજરે પડતું હતું, ત્યારબાદ એકાએક વરસાદ શરૂ થયો હતો, વરસાદ શરૂ થતાંજ વાતાવરણમાં ઠડક પ્રસરી જવા પામી હતી, છેલ્લા ચાર દિવસોથી ગરમીનો પારો ખૂબ જ ઉંચે ચઢી ગયો હતો, જેને પગલે પ્રજાજનો, પશુઓ અને પક્ષીઓ ગરમીથી અકળાય ઉઠ્યા હતા, તો બીજી તરફ વરસાદ ન પડતાં વાવેતર નિષ્ફળ જવાની ભીતી ઉભી થવા પામી હતી, પરંતુ આજે વરસાદ પડતાં ખેડૂતો પણ ગેલમાં આવી ગયા હતા, જેમ કે જે પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે તે હવે નિષ્ફળ નહીં જાય આમ લાંબા સમયનાં વિરામબાદ તાલુકા મથક માંગરોળ સહીત આસપાસના ગામોમાં આજે વરસાદ પડતાં પ્રજાજનોમાં આનંદની લહેર પ્રસરી છે.
