મીડિયાના મિત્રો સાથે આત્મીય સંવાદ સાધતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

0
મીડિયાના મિત્રો સાથે આત્મીય સંવાદ સાધતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
Contact News Publisher

વ્યારા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર મિત્રો સાથે ‘ચા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાયો

—

ફૂડ સેફ્ટી, આરોગ્ય અને સ્વચ્છતા અંગે વિશેષ ભાર આપતા મંત્રીશ્રીએ પત્રકારોને લોકજાગૃતિના કાર્યમાં સહભાગી બનવા અનુરોધ કર્યો

—

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૮. : રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ વ્યારા સર્કિટ હાઉસ ખાતે તાપી જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો સાથે ‘ચા પે ચર્ચા’ યોજી આત્મીય સંવાદ સાધ્યો હતો.

 

આ પ્રસંગે મંત્રીશ્રીએ ફૂડ સેફ્ટી, આરોગ્ય અને સ્વચ્છતાના વિષયો પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે પત્રકારોને સરકાર અને જનતા વચ્ચેની મહત્ત્વપૂર્ણ કડી ગણાવી જણાવ્યું કે, લોકજાગૃતિ કેળવવામાં તેમજ સરકારની વિવિધ સેવાઓ અને જનકલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં મીડિયાની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ દિશામાં પત્રકારો સક્રિય યોગદાન આપે તેવી અપીલ પણ કરી હતી.

 

વધુમાં, મંત્રીશ્રીએ વ્યારા શહેરના વિકાસ અને અહીં ઉપલબ્ધ સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન મંત્રીશ્રીએ પત્રકાર મિત્રો પાસેથી વિવિધ સમસ્યા-પ્રશ્નો પર ચર્ચા-વિચારણા કરી હતી.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *