ડ્રગ્સ સામે સરકારશ્રીની ZERO TOLERANCE નીતિ અંતર્ગત તાપી પોલીસની કાર્યવાહી 

0
ડ્રગ્સ સામે સરકારશ્રીની ZERO TOLERANCE નીતિ અંતર્ગત તાપી પોલીસની કાર્યવાહી 
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૮. શ્રી જે.એન. દેસાઈ, પોલીસ અધિક્ષકશ્રી, તાપી-વ્યારાના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં નશીલા પદાર્થોના દુષણને નેસ્તનાબૂદ કરવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામા આવેલ છે. જેના ભાગરૂપે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શાળાઓ, કોલેજો, હોટલો, કેફે તેમજ નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થવાની સંભાવના ધરાવતા અન્ય સ્થળોએ સઘન દેખરેખ રાખવા સૂચના આપવામાં આવેલ છે. આ કામગીરી માટે અલગઅલગ ટીમોની રચના કરવામાં આવેલ છે, જેમાં કુલ ૧૪ પોલીસ અધિકારીઓ તથા ૫૬ પોલીસ કર્મચારીઓ મળી કુલ ૭૦ પોલીસ અધિકારી-કર્મચારીઓની ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. આ વિશેષ કામગીરી દરમિયાન વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાટપુર પાટિયા પાસે આવેલ ‘ધી ટી સ્પોટ’ કેફેમાંથી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ પેપરના કુલ ૫૭ નંગ મળી આવતા કેફે માલિક દેવેન્દ્રસિંહ મદનસિંહ રાવત વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ મુજબ ગુનો વ્યારા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે.

ડ્રગ્સ સામે સરકારશ્રીની ZERO TOLERANCE નીતિ અંતર્ગત તાપી પોલીસની કાર્યવાહી 

તેમજ નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂમકીતળાવ ગામે આરોપી અનિલભાઈ કરણસિંગભાઈ વણઝારાના રહેણાંક મકાનેથી ૧૫૯.૨૧ ગ્રામ ગાંજો, કિંમત રૂ.૭,૯૬૦.૫૦નો મળી આવતા આરોપી વિરુદ્ધ NDPS Act હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ, સરકારશ્રીની નશીલા પદાર્થો સામેની ZERO TOLERANCE AGAINST DRUGS નીતિના અસરકારક અમલીકરણના ભાગરૂપે તાપી જિલ્લા પોલીસ દ્વારા યુવા પેઢીને નશાના દુષણથી બચાવવા તથા નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ, સંગ્રહ, હેરાફેરી અને ઉપયોગ સામે કડક વલણ અપનાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *