ઉકાઇ ખાતે શાકભાજી પાક પરિસંવાદ તેમજ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૨. આજે તા. ૨૧/૧૧/૨૦૨૬ના રોજ રાજીવ ગાંધી ભવન, ગામ – સિસોર, તા. ઉકાઇ ખાતે શાકભાજી પાક પરિસંવાદ અને બાગાયત ખાતાની વિવિધ સહાય લક્ષી યોજનાઓનું માર્ગદર્શન વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રીમતી પ્રતિમાબેન જીતેન્દ્રભાઈ ચૌધરી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી શૈલેષભાઈ ચૌધરી, શ્રી એચ.આર. પુરોહિત મદદનીશ બાગાયત નિયામક, તાપી, આનંદ બાગુલ બાગાયત અધિકારી, ડોલવણ (તા.ક.), અતુલભાઈ ચૌધરી પ્રગતિશીલ ખેડૂત, શિવરામભાઇ વિસ્તરણ અધિકારી ખેતી, રાકેશભાઈ BTM ATMA ની કચેરી, અમિતભાઇ ઓઈલ પામ બ્લોક મેનેજર, ગોદરેજ કંપની લી., ડૉ રાકેશ વસાવા પ્રોફેસર, મત્સ્યપાલન વિભાગ ઉકાઇ તેમજ બાગાયત અધિકારીશ્રીઓ/કર્મચારીઓએ ઉપસ્થિત રહી તાલીમ કાર્યક્રમમા માર્ગદર્શન પૂરૂ પાડયું હતું. તેમજ શાકભાજી પાકોની પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અને યોજનાકીય માર્ગદર્શન, નવીન પાક ઓઈલ પામની ખેતી પદ્ધતિ વિષે વિસ્તૃત માહિતી અંને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં સિસોર, બેડકુવા, બેડકુવા દૂર વગેરે ગામના 100 થી વધુ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તાલીમ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
○○○
