નાલસા સિનિયર સિટીઝન સ્કીમ ૨૦૧૬ હેઠળ સિનિયર સિટીઝન ના અધિકારો અને યોજનાઓના લાભો વિશે વૃધ્ધાશ્રમમાં સંવાદ યોજાયો

0
નાલસા સિનિયર સિટીઝન સ્કીમ ૨૦૧૬ હેઠળ સિનિયર સિટીઝન ના અધિકારો અને યોજનાઓ ના લાભો વિશે વિશે સંવાદ યોજાયો
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા -નિઝર) : તા. ૨૧. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પૂર્ણકાલીન સચિવ અને અધિક સિનિયર સિવિલ જજ આર. એલ. ગુપ્તા સાહેબના માર્ગદર્શનમાં સુરતમા હજીરા ભાઠા રોડ ખાતે આવેલ શ્રીમતી નિર્મલાબા પ્રાણજીવન ભગત પ્રેરિત વૃધ્ધાશ્રમમાં નાલસા સિનિયર સિટીઝન સ્કીમ ૨૦૧૬ અને અન્ય સરકારી યોજનાઓના લાભ વય વૃદ્ધો સુધી સરળતાથી પહોંચાડી શકાય અને દરેક પ્રકારની કાનૂની સહાય વડીલોને મળી રહે એ હેતુ થી કાનૂની જાગૃતિ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અર્ધ કાનૂની સ્વયંસેવક અને પીએલવી દીપક જાયસવાલ દ્વારા વડીલો ને સિનિયર સિટીઝન કાર્ડ, વૃદ્ધ સહાય, વિધવા સહાય લેવાની પદ્ધતિઓ અને આ યોજના ના લાભ ક્યાંથી કઈ રીતે મેળવી શકાય સાથે જ કોઈ કાયદાકીય સમસ્યાઓ હોય તો એના માટે મફત કાનૂની સહાય અંતર્ગત વડીલો મદદ મેળવી શકે એ વિશે તમામ ચર્ચાઓ સંવાદ થકી કરવામાં આવી હતી. વધુમાં એલ્ડર હેલ્પલાઇન ૧૪૫૬૭, નાલસા હેલ્પલાઇન ૧૫૧૦૦ અને સિનિયર સિટીઝન ના કાયદાકીય અધિકારો વિશે જાગરૂક કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સંસ્થાના સૂર્યાબેન અને ઈશ્વરભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા.

●○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other