વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો પકડી પાડતી એસ.ઓ.જી. ટીમ તથા એન્ટિનાર્કોટિક્સ વિંગ તાપી પોલીસ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૦. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.કે. પટેલ એન્ટીનાર્કોટિક્સ વિંગ તાપીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ. ઓ. જી. શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એન.પી. ગરાસિયાને મળેલ માહિતી આધારે ગત્ તારીખ 19 મીના રોજ આરોપી રેખાબેન દિલીપભાઈ ગાયકવાડ ઉંમર વર્ષ 45 રહે. અગાસવાણ રોડ, હેપ્પી હોમ સોસાયટીની બાજુમાં ઈન્દુ ગામ, વ્યારા, તા. વ્યારા જી. તાપી એ પોતાના કબ્જામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો 85.73 ગ્રામ કિંમત રૂપિયા 4,286.50/- તથા મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા 5500/- તથા પારદર્શક પ્લાસ્ટિકની જીપ બેગ નંગ 8 મળી કુલ કિંમત રૂપિયા 9786.50/- ના મત્તાના મુદ્દામાલ સાથે સ્થળ ઉપર મળી આવી હતી તેમજ ગાંજો આપનારને વોન્ટેડ જાહેર કરી આ અંગે કાકરાપાર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનાની વધુ તપાસ કાકરાપાર પોલીસ કરી રહેલ છે.
કામગીરી કરનાર અધિકારી /કર્મચારીના નામ:
1. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી. કે. પટેલ એન્ટીનાર્કોટિક્સ વીંગ તાપી.
2. પો.સ.ઈ.શ્રી એન.પી. ગરાસીયા, એસ.ઓ.જી. તાપી.
3. એ.એસ.આઈ. રાજેન્દ્ર યાદવરાવ, એસ.ઓ.જી. તાપી.
4. એ.એસ.આઈ. શરદભાઈ સુરજીભાઈ, એસ.ઓ.જી. તાપી.
5. અ.હે.કો. કમલેશભાઇ કુષ્ણાભાઇ, એસ.ઓ.જી. તાપી.
6. અ.હે.કો. હરપાલસિંહ અભેસિંહ, એન્ટીનાર્કોટિક્સ વીંગ તાપી.
7. અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, એન્ટીનાર્કોટિક્સ વીંગ તાપી.
8. આ.પો.કો. અક્ષયકુમાર કાંતિલાલ, એન્ટીનાર્કોટિક્સ વીંગ તાપી.
9. વુ.પો.કો. સ્મિતલબેન સુખાભાઈ, એન્ટીનાર્કોટિક્સ વીંગ તાપી.
○○○
