તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે થયેલ મર્ડરનો અનડીટેક્ટ ગુનો શોધી કાઢી આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા કુકરમુંડા પોલીસ

0
તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે થયેલ મર્ડરનો અનડીટેક્ટ ગુનો શોધી કાઢી આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા કુકરમુંડા પોલીસ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧. ગઈ તા. 17/11/26 ના રોજ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ગામની સીમમાંથી પસાર થતો અંકલેશ્વર બુરહાનપુર નેશનલ હાઇવે નંબર 374 બી રોડ ઉપર આવેલ પાહુબા મહારાજના મંદિરની સામે આવેલ ઉકાઈ ડાબા કાંઠાના કબજા હેઠળની પડતર જમીન ઉપર એઈ અજાણ્યો પુરુષ જેની આશરે ઉંમર વર્ષ 35 થી 40. જેના નામ ઠામની ખબર નથી, જેને કોઈ અજાણ્યા વ્યક્તિએ બોથડ પદાર્થ વડે જમણી આંખ તથા મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી મરનારની ઓળખ ના થાય તેવી રીતે મોઢાના ભાગને છુંંદી નાખેલ હાલતમાં લાશ મળી આવેલ હતી. જે બાબતે ફરિયાદી જયદીપભાઇની ફરિયાદના આધારે કુકરમુંડા પોલીસે મર્ડરનો ગુનો દાખલ કર્યો હતો.

મરનારની ઓળખ તેમજ તેના વાલી વારસોને શોધી કાઢવા તેમજ અનડિટેક્ટ ગુનો શોધવા માટે એલ.સી.બી. શાખા તાપીના શ્રી બી. જી. રાવલ, પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી ડૉ. જાગૃત જોશી પોલીસ ઇન્સ્પેક્ટર કુકરમુંડા પોલીસ સ્ટેશન તથા શ્રી કે. આર. પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ શ્રી એન.એસ. વસાવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલસીબી પેરોલ ફર્લોના એ.એસ.આઈ. જયેશભાઈ લીલકીયાભાઈ, એ.એસ.આઈ. ધર્મેશભાઈ ઉમેશભાઈ, એ.એસ.આઈ. ધર્મેશભાઇ મગનભાઇ, એ.એસ.આઈ. આનંદભાઈ ચેમાભાઈ, ડ્રા. એ.એસ.આઇ. કિરણભાઈ વેચીયાભાઈ તથા અ.હે.કો. યુવરાજસિંહ તથા આ.હે.કો. શૈલેષભાઈ રમેશભાઈ, પો.કો. મેહુલભાઈ અરવિંદભાઈ પો.કો. રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ, તેમજ પો.કો. રોનકભાઈ સ્ટીવન્શનભાઈ, પો.કો. રાજીશભાઈ ગોપાલભાઈ, પો.કો. રાજુભાઈ ઝીણાભાઈ, પો.કો. પ્રકાશભાઈ રામભાઈ, પો.કો. વિપુલભાઈ રમણભાઈ તથા હે.કો. તેજસભાઈ તુલસીરામ (ટેકનિકલ) તથા કુકરમુંડા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. અમિતભાઈ સન્મુખભાઈ, અ.હે.કો. મેહુલભાઈ માવજીભાઈ, પો.કો. કમલેશભાઈ કિશનભાઇ, પો.કો. સંતોષભાઈ ગિરધરભાઈની અલગ અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા મીડિયા પ્લેટફોર્મ્સ તથા ટેકનિકલ સોર્સ અને મરણ જનારના પહેરેલ કપડાના આધારે અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી હતી તે દરમિયાન મરનારના વાલીવારસ મળી આવતા મરણ જનાર ઉકળીયાભાઈ વસાવે ઉ.વ 43 રહે. કાકડદા ગામ, જૂની કરીપાડા ગામ, તા. ધડગાંવ જી. નંદરબાર (મહારાષ્ટ્ર) હોવાનું તપાસમાં ખુલતા જે આધારે મરણ જણાના સગા સંબંધીઓની પૂછપરછ કરવામાં આવેલ હતી અને તે દરમિયાન મરણ જનારના સગા નાનાભાઈ માનસિંગ ઉર્ફે માનસી ભિક્યાભાઈ વસાવેની ઉપર શંકા જતા તેને કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે લાવી ગુના બાબતે પૂછપરછ કરતા શરૂઆતમાં તેણે ગુનાના બાબતે હકીકતો છુપાવી ગલ્લા તલ્લા કરતો હતો તેની યુક્તિ પ્રયુક્તિથી સઘન પુછપરછ કરતા તેણે ગુનાની કબુલાત કરેલ હતી. જે આધારે ગુનામાં જયરામ વિજયભાઈ નાયક રહે. કુવરખેત તા. ધડગાંવ જિ. નંદુરબારનો પણ સંડોવાયેલ હોય જેથી એલ.સી.બી. ટીમના માણસો ડુંગરિયાળ વિસ્તારમાં આવેલ કુવરખેત ગામે જઈ તપાસ કરી જયરામ વિજયભાઈ નાયકને કુવરખેત ગામેથી શોધી કાઢી તેને કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી બંને આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓએ હકીકત જણાવેલ કે માનસિંગ ઉર્ફે માનસીની પત્ની ભાંગણીબેન માનસિંગભાઈ ઉર્ફે માનસી ભીક્યા વસાવે સાથે છેલ્લા છ એક મહિનાથી મરનાર ઊકળીયાભાઈ હેરાન પરેશાન કરતા હતા જેના કારણોસર તેઓ વચ્ચે બોલાચાલી ઝઘડા પણ થતા હતા. જેની અદાવત રાખી પોતાના સગાસાળા જયરામ વિજયભાઈ નાયક ને પોતાના મોટાભાઈ ઉકડીયા ભાઈને જાનથી મારી નાખવા ₹ 20,000માં સોપારી આપી બંને જણાએ મળી ખૂન કરવાનો પ્લાન કરેલ હતો. જેથી તા. 16/11/26 ના રોજ સાંજના સમયે જયરામ વિજયભાઈ નાયકે ઉકડિયા વસાવે ને કહેલ કે તારી પત્ની તુલજા ગામે કપાસ તોડવાની મજૂરી કામે ગયેલ છે તારે તેને મળવું હોય તો આપણે જઈએ તેમ કહી જયરામ નાઈકે પોતાની નંબર વગરની યુનિકોન મોટરસાયકલ ઉપર બેસાડી કાકડદા ગામેથી પ્રકાશા રોડ થઈ તુલજા ગામે જવા નીકળેલા હતા તે દરમિયાન સદગવાણ ગામની સીમમાંથી પસાર થતા રોડ પાસે આવતા જયરામ નાઈકે પેશાબ કરવાના બહાને મોટરસાયકલ ઊભી રાખી પાહુબા મહારાજના મંદિરની સામે આવેલ જગ્યામાં લઈ જઈ મરનારના ગળામાં સાડીના લેસના ટુકડા વડે ગળે ટુંપો આપી મોત નીપજાવી તેની ઓળખ ના થાય તે માટે બ્લોકના ટુકડા વડે જેમણી આંખ ઉપર મોઢાના ભાગના છુંદી નાખી ગયેલાની હકીકત જણાવતા આ ગુનામાં બંને આરોપીઓની અટકાયતની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ :

1. માનસિંગ ઉર્ફે માનસી ભિક્યાભાઈ વસાવે. રહે, કાકડદા, જુની કરીપાડા તા. ધડગાંવ, જી. નંદુરબાર.

2. જયરામ વિજયભાઈ નાઈક, રહે. કુવરખેત, તા. ધડગાંવ, જી. નંદુરબાર.

ગુનાના કામે કબજે કરેલ મુદ્દામાલ :

1. યુનિકોન મોટરસાયકલ નંગ એક કી.રૂ. 80000/-

2. મોબાઈલ ફોન નંગ 2 કી.રૂ. 6000/-

કામગીરી કરનાર:

1. શ્રી બી.જી. રાવલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપી.

2. શ્રી ડૉ. જાગૃત જોષી, પોલીસ ઇન્સ્પેકટર, કુકરમુંડા પોલીસ સ્ટેશન.

3. શ્રી કે.આર. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપી.

4. શ્રી એન.એસ. વસાવા, પોલીસ સબ ઇન્સ્પેકટર.

5. એ.એસ.આઈ. જયેશભાઇ લીલકીયાભાઇ, એલ.સી.બી. તાપી.

6. એ.એસ.આઈ. ધર્મેશભાઇ ઉમેશભાઈ, એલ.સી.બી. તાપી.

7. એ.એસ.આઈ. ધર્મેશભાઇ મગનભાઇ, એલ સી.બી. તાપી.

8. એ.એસ.આઈ. આનંદભાઈ ચેમાભાઈ, એલ.સી.બી. તાપી.

9. ડ્રા. એ.એસ.આઈ. કિરણભાઈ વેચીયાભાઈ, એલ.સી.બી. તાપી.

10. અ.હે.કો. યુવરાજસિંહ, એલ.સી.બી. તાપી.

11. આ.હે.કો. શૈલેષભાઈ રમેશભાઈ, એલ.સી.બી. તાપી.

12. પો.કો. મેહુલભાઈ અરવિંદભાઈ, એલ.સી.બી. તાપી.

13. પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, એલ.સી.બી. તાપી.

14. પો.કો. રોનકભાઈ સ્ટીવશનભાઈ, એલ.સી.બી. તાપી.

15. પો.કો. રાજીશભાઇ ગોપાળભાઈ, એલ.સી.બી. તાપી.

16. પો.કો. રાજુભાઇ ઝીણાભાઇ, એલ.સી.બી. તાપી.

17. પો.કો. પ્રકાશભાઇ રામભાઇ, એલ.સી.બી. તાપી.

18. પો.કો. વિપુલભાઇ રમણભાઇ, એલ સી.બી. તાપી.

19. હે.કો. તેજસભાઈ તુલસીરાવ (ટેકનીકલ)

20. એ.એસ.આઈ. અમિતભાઈ સનમુખભાઈ, કુકરમુંડા પોલીસ સ્ટેશન.

21. અ.હે.કો. મેહુલભાઈ માવજીભાઈ, કુકરમુંડા પોલીસ સ્ટેશન.

22. પો.કો. કમલેશભાઇ કિશનભાઈ, કુકરમુંડા પોલીસ સ્ટેશન.

23. પો.કો. સંતોષભાઈ ગીરધરભાઈ, કુકરમુંડા પોલીસ સ્ટેશન.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other