ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા
Contact News Publisher

ડોલવણ તાલુકાના બેડા રાયપુર ખાતે સંત-મહંતોની મુલાકાત લઈ આશીર્વાદ મેળવ્યા
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૪. : ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે શનિવારે વ્યારા ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ તાપી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ સિસલેની ઉપસ્થિતિમાં વ્યારાના મિશન નાકા ખાતે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી, ઉપસ્થિત મહાનુભાવો તથા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓએ પ્રતિમા અને તેની આસપાસના પરિસરમાં સામૂહિક સાફ-સફાઈ હાથ ધરી સમાજમાં સ્વચ્છતા જાળવવાનો પ્રેરણાદાયી સંદેશ પાઠવ્યો હતો.
ત્યારબાદ, ૧૭૧-વ્યારા વિધાનસભા મતવિસ્તારના પોતાના નિર્ધારિત પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ ડોલવણ તાલુકાના બેડા રાયપુર ગામની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે પરમ પૂજ્ય હરિહરદાસ ગિરીશ બાપુ તેમજ પૂજ્ય કનુબાપુ સહિતના સંત-મહંતોના દર્શન કરી તેમના શુભાશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
○○○
