ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતિ નિમિત્તે સોનગઢ ખાતે યુવા સંમેલન યોજાયું
Contact News Publisher

જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ૧૭૨ નિઝર વિધાનસભા સીટ ઉપર રંગઉપવન સોનગઢ ખાતે યોજાયેલા યુવા સંમેલનમાં યુવાનો ઉત્સાહભેર જોડાયા
શિક્ષણ મોટુ શસ્ત્ર છે., મજબૂત સમાજના નિર્માણ માટે શિક્ષણ અનિવાર્ય – સૂરજભાઈ વસાવા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૩- ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર આદિવાસી વિસ્તારમાં ઠેર ઠેર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે ૧૭૨ નિઝર વિધાનસભા સીટ ઉપર રંગઉપવન સોનગઢ ખાતે યોજાયેલા યુવા સંમેલનમાં નગરજનો સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા.
નવયુવાઓને સંબોધતા અધ્યક્ષ અને યુવા નેતા શ્રી સૂરજભાઈ વસાવાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે આદિવાસી સમાજના નેતા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી ઉજવણી કરી રહ્યા છે. આદિવાસી સમાજના ઉત્થાન માટે અનેક યોજનાઓ અમલમાં છે. આદિવાસી યુવાનો શિક્ષણમાં આગળ વધે તે માટે નવી એકલવ્ય મોડેલ સ્કુલો,શાળાઓ,કોલેજો શરૂ કરવામાં આવી છે. આદિવાસી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજનાઓ છે.શિક્ષણ મોટુ શસ્ત્ર છે., મજબૂત સમાજના નિર્માણ માટે શિક્ષણ અનિવાર્ય છે.
સુકાની તરીકે સફળ કામગીરી કરનાર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકાસ કામોમાં હરણફાાળ ભરી છે. તાપીમાં અનેક કામોના લોકાર્પણ/ખાતમુહુર્ત થવાના છે. સરકારની વિકાસની વાતો ડીજીટલ માધ્યમથી ઉપલબ્ધ છે. સરની પ્રક્રિયા સ્વચ્છ અને પારદર્શિય છે. ૨.૮૦ કરોડ લોકો મૃત્યુ પામ્યા,૬.૩૦ કરોડ લોકો ના નામ ડુપ્લીકેશન થાય જે દુર કરી પારદર્શી કામગીરી કરવામાં આવેલ છે. આપણે સૌએ ૨૦૪૭માં આત્મનિર્ભર ભારત બનાવવાનું છે.
પ્રાયોજના વહીવટદાર સુશ્રી ધારાબેન ભાલારાએ સૌ મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે ક્રાંતિકારી જનનાયક આદિવાસી નેતા ભગવાન બિરસા મુંડાએ સમાજને પોતાના અધિકાર માટે જાગૃત રહેવાનો સંદેશ આપ્યો છે. સમાજના સર્વાંગી વિકાસ માટે તેમના વિચારોને જીવનમાં ઉતારવા સૌ યુવાનોને અનુરોધ કર્યો હતો.
વક્તા વિઠ્ઠલભાઈ ચૌધરી અને આકાશભાઈ તડવીએ ભારતનો ઈતિહાસ શહેરોમાં નહીં પરંતુ જંગલોમાં હોવાની વાત કહી યુવાનોને વ્યસનોથી દુર રહી સાચા-ખોટાનો ભેદ પારખી ભગવાન બિરસા મુંડાની જેમ સ્વાભિમાનથી જીવન જીવવા આહવાન કર્યું હતું. શિક્ષિકા રીતાબેન રાઠોડ અને અંકિતભાઈએ યુવા પ્રતિભાવ રજુ કરી વિદ્યાર્થીઓને પ્રેરક બોધ આપ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોએ દીપ પ્રાકટ્ય,વંદે માતરમ ગાન,આશ્રમશાળાની બાલિકાઓએ સ્વાગત ગીત રજુ કર્યું હતું. આ પ્રસંગે સુમુલ ડેરીના ચેરમેન શ્રી કાંતીભાઈ ગામીત, સોનગઢ-ઉચ્છલ તાલુકા પ્રમુખશ્રીઓ, કૈલાસબેન ગામીત, જયરામભાઈ ગામીત, નિઝર પ્રાંત શ્રી પી.બી.પરમાર, મામલતદારશ્રી સોનગઢ, ઉકાઈ, સોનગઢ નગર ચીફ ઓફિસરશ્રી સહદેવ વનાર,તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં યુવાનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
○○●
