રમત અને પ્રવાસન રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા

0
રમત અને પ્રવાસન રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા
Contact News Publisher

જનપ્રતિનિધિઓ, સંગઠનોના આગેવાનો, અધિકારીઓ, ગ્રામજનો સાથે પ્રતિમા તથા આસપાસના વિસ્તારની સામૂહિક સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો

—

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૧૪ :– ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત ‘જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૬’ અને ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે શનિવારે સવારે રમત અને પ્રવાસન રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક વંદન કર્યું હતું.

 

આ પ્રસંગે મંત્રીશ્રીએ જનપ્રતિનિધિઓ, હોદ્દેદારો અને અધિકારીઓ સાથે મળીને ભગવાન બિરસા મુંડાની પ્રતિમા તથા તેની આસપાસના વિસ્તારની સામૂહિક સફાઈ કરી હતી. આ સ્વચ્છતા અભિયાનમાં મંત્રીશ્રી સહિત તાલુકાના વિવિધ સંગઠનોના આગેવાનો, ગ્રામજનો તથા અધિકારીશ્રીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી બની સફાઈ કાર્ય હાથ ધર્યું હતું.

 

આ સામૂહિક સ્વચ્છતા અભિયાનના માધ્યમથી સ્વચ્છતા પ્રત્યેની સામૂહિક જવાબદારીનો પ્રેરક સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ જનજાતિ સમાજના મહાન નાયકોના અમૂલ્ય યોગદાન, સંઘર્ષ, બલિદાન અને ગૌરવશાળી વારસાનું સ્મરણ કરી ભગવાન બિરસા મુંડાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

 

ઉલ્લેખનીય છે કે, ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ તથા તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૬’ અને ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

 

નિર્ધારિત શૃંખલાબદ્ધ કાર્યક્રમો પૈકી જનપ્રતિનિધિશ્રીઓ, અધિકારીઓ દ્વારા સાધુસંતોના નિવાસસ્થાને જઈને તેમનું સ્વાગત પણ કર્યું હતું.

 

આ કાર્યક્રમો દ્વારા જનજાતિ સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સાંસ્કૃતિક પરંપરા અને મહાન નાયકોના પ્રદાનને જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other