તાપી અને ડાંગ જિલ્લાના પૂર્વ સૈનિકો તથા તેમના પરિવારજનોનું સંમેલન ૨૯ નવેમ્બરે વ્યારામાં યોજાશે
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૪. તાપી અને ડાંગ જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો, સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોનાં ધર્મપત્નીઓ તથા તેમના આશ્રિતો માટે આગામી તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૬, રવિવારના રોજ વ્યારા ખાતે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
કલેક્ટરશ્રી, તાપીની અધ્યક્ષતામાં યોજાનાર આ સંમેલન વ્યારાના ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે સવારે ૦૯:૦૦ કલાકે શરૂ થશે. આ સંમેલનમાં તાપી અને ડાંગ જિલ્લામાં વસવાટ કરતા તમામ પૂર્વ સૈનિકો, સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોનાં ધર્મપત્નીઓ તથા તેમના આશ્રિતોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
સંબંધિત તમામ પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોને નિર્ધારિત સમય અને સ્થળે ઉપસ્થિત રહી સંમેલનમાં સહભાગી થવા સુરતના મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
○○○
