પરિવારના ત્રાસથી ઘરેથી નીકળી આવેલા વૃદ્ધાનું પુન:સ્થાપન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર તાપી

0
પરિવારના ત્રાસથી ઘરેથી નીકળી આવેલા વૃદ્ધાનું પુન:સ્થાપન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૧. તા.૧૮/૧૦/૨૬ ના રોજ વ્યારા પોલીસ સ્ટેશન દ્વારા સવારે વૃદ્ધ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે આશ્રય માટે લવાયા હતા. તેમનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળેલ કે તેઓ વિધવા છે, તેમના બે સંતાનો છે,  એક દીકરો માનસિક અસ્વસ્થ હોવાથી ઘર છોડીને જતો રહેલ છે અને એક દીકરી છે. એ વૃદ્ધા થી અલગ રહે છે અને દીકરી-જમાઈ દ્વારા તેમને શારીરિક માનિસક ત્રાસ આપવામાં આવતો હોવાથી વૃદ્ધા અલગ થી રહેતાં હોય ત્યાં પણ જઈ તેમને માનસિક હેરાનગતિ કરે છે તેમજ પાસ પડોશમાં રહેતાં વ્યકિતઓ પણ તેમની સાથે વાતચીત ન કરી શકે એવી ધમકી ઓ પાસ-પડોશ વાળા ને આપતા હોવાથી વૃદ્ધાએ ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે અરજી દાખલ કરી હતી, ત્યાં સમાધાન કર્યુ પરતું તેમના જમાઈ –દીકરી વારેઘડીએ વૃદ્ધાને હેરાનગતિ કરતાં તેઓ તેમના ગામથી વ્યારા પોલીસ સ્ટેશન ખાતે આવેલા અને દીકરી-જમાઈ ના ડરને કારણને ઘરે જવા માંગતા ન હતા. જેથી તેમને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લવાયા હતા. વૃદ્ધાની દીકરી ને સેન્ટર વતી કોલ કરાયો અને સરપંચ ને પણ જાણ કરવામાં આવી પરંતુ તેઓ સેન્ટર ખાતે સમાધાન માટે હાજર ન થતાં હોવાથી વૃદ્ધાને પાંચ દિવસ ના આશ્રય બાદ વૃદ્ધાને ઘરે મૂકવા માટે સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ ગઈ. જ્યાં દીકરી અને જમાઈનું કાઉન્સેલિંગ કરી માર્ગદર્શન અને સૂચન આપી વૃદ્ધાની પરિસ્થિતિ નબળી હોવાથી તેમની દીકરી ને આર્થિક રીતે મદદ કરવા સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે જણાવેલ. ત્યારબાદ જનરક્ષક 112 હેલ્પ લાઇનનો પણ સંપર્ક કરાયો હતો, તેઓ ઘટના સ્થળે આવી ને વૃદ્ધાની દીકરી અને જમાઈનું કાઉન્સેલિંગ કર્યુ હતું. વૃદ્ધાને સહી સલામત હાલતમાં સુરક્ષિત રીતે તેમના ગામ જઈ પુન:સ્થાપન કરવામાં આવ્યું.

આમ મહિલા અને બાળ અધિકારીશ્રી ની કચેરી તાપી સંચાલિત ભારત સરકાર પુરસ્કૃત ‘સખી’ વનસ્ટોપ સેન્ટર તાપીના જિલ્લા મહિલા અને બાળ આધિકારીશ્રી બાબુભાઈ ગામીત તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી ધર્મેશભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર તાપીના કેન્દ્ર સંચાલકશ્રી મધુબેન પરમાર અને ટીમ દ્વારા વૃદ્ધા મહિલાને તેમના પરિવાર સાથે મિલન કરાવતા તેમના પરિવાર દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર તાપીનો આભાર વ્યક્ત કર્યો હતો..

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *