ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સત્રાંત કસોટીનો પ્રારંભ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૨. સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકાની તમામ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં આજરોજથી પ્રથમ સત્રાંત કસોટીનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. શિક્ષણ વિભાગનાં પરિપત્ર અનુસાર ધોરણ 3 થી 5 નાં વિદ્યાર્થીઓ માટે સવારે 11 થી 1 અને ધોરણ 6 થી 8 નાં વિદ્યાર્થીઓ માટે બપોરે 2 થી 5 એમ બે સત્રમાં કસોટી લેવામાં આવી રહી છે. પ્રથમ દિવસે માતૃભાષા ગુજરાતીની કસોટી લેવામાં આવી હતી. સોશિયલ મીડિયાના માધ્યમ થકી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજય જરગલિયા, બી.આર.સી. કો-ઓર્ડીનેટર બ્રિજેશ પટેલ સહિત ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવ પટેલ અને મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે સૌ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
●●●
