શિક્ષિકા મનિષા કોષ્ટી ‘પ્રકૃતિ મિત્ર એવોર્ડ–2026 થી સન્માનિત

0
શિક્ષિકા મનિષા કોષ્ટી ‘પ્રકૃતિ મિત્ર એવોર્ડ–2026 થી સન્માનિત
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.22. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણા અને આશીર્વાદથી પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત દ્વારા વાત્સલ્ય ધામ, હડાદ ખાતે ‘પ્રકૃતિ મિત્ર એવોર્ડ–2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત શ્રી ગણપતદાસ ત્રિવેદી પ્રાથમિક શાળા ક્રમાંક 247નાં શિક્ષિકા શ્રીમતી મનિષાબેન નારાયણભાઈ કોષ્ટીને પર્યાવરણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ગુજરાતની 1,000 થી વધુ શાળાઓ સહિત મહારાષ્ટ્ર અને રાજસ્થાનની શાળાઓએ 25 ઓગસ્ટના સામૂહિક વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લીધો હતો. કાર્યક્રમનો હેતુ વૃક્ષારોપણ, જીવદયા અને પર્યાવરણ સંરક્ષણ માટે જનજાગૃતિ ફેલાવવાનો હતો. ‘પ્રકૃતિ બચાવો, વૃક્ષો વાવો’ના સંદેશ સાથે આ સન્માન પર્યાવરણપ્રેમીઓ માટે પ્રેરણારૂપ બન્યું હતું.

●●●

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *